રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદુ:સ્વપ્ન પર અછાંદસ
ખરાબ કે અનિષ્ટ ભાવ દર્શાવતું
સ્વપ્ન. મૂલતઃ સપનાઓ માટેનું આ વિશેષણ બોલચાલ કે સાહિત્યમાં સપના માટે ઓછું અને અનિચ્છનીય ભૂતકાળ કે ઘટના માટે વધુ પ્રયોજાય છે. સુરેશ જોશીએ એક નિબંધમાં દુઃસ્વપ્નનો ઉપયોગ અમંગળ આશંકા માટે કર્યો છે : “...મધુમાલતીની ગભરુ કળીને દુઃસ્વપ્ન આવ્યું છે. એ ઊંઘમાં હીબકા ભરે છે. નમવા આવેલી રાત ઝૂકીને એને ધીમેથી પૂછે છે : ‘શું છે બેટા?’ કળીના હોઠ ફફડે છે, લાખ જોજન દૂરના તારાની પાંપણ પલકે છે, મારી નાડી જોરથી ધબકે છે, અવાવરું વાવને તળિયે શેવાળમાં જીનની દાઢી ધ્રૂજે છે, એના કંપથી એક ચીબરી કકલાણ કરી મૂકે છે. હું કાન સરવા રાખીને સાંભળું છું. પાંદડાંની આડશે પવન પણ કાન માંડીને બેઠો છે. કળી કહે છે : ‘આવતી કાલે સૂરજ નહીં ઊગે.’ ( જનાન્તિકે/૩૮/ સુરેશ જોશી)