phaphDat - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરે

રજાના દિવસે બપોરે

થયું મને

કૈં ઠીક ઠીક ગોઠવું,

ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં

અજાણતાં સ્હેજ અડી જતામાં

ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યૂ:

હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004