રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઈંડું પર અછાંદસ
હલનચલન કરી શકતી સજીવ
સૃષ્ટિમાં જન્મ બહુધા બે પ્રકારે થાય છે : માતાના ગર્ભ થકી બાળજન્મ અને માદાએ મૂકેલા, સેવેલા ઈંડામાં પરિપક્વ થઈ માતાના ગર્ભમાં અપરિપક્વ જીવન સંરક્ષણ માટે સર્જાયેલા કવચને પક્વ થયા બાદ ફોડી બહાર આવતો જીવનો જન્મ. ગર્ભમાં જીવ માટે રચાતા સુરક્ષકવચને ‘ઈંડું’ કહે છે. ઈંડામાં સૃષ્ટિના માળખાને ઈંડાં જેવું જોવાય છે માટે સૃષ્ટિને બ્રહ્મ + અંડ = બ્રહ્માંડ કહેવાય છે. લોકબોલીમાં ઈંડાનો એક સંદર્ભ અપરિપક્વતા તરીકે પણ છે. જીવ પકવ તબક્કામાં આવે ત્યારે ઈંડાનું કોચલું તોડી જીવન સ્વબળે જીવવું શરૂ કરે. માટે અપક્વ વ્યક્તિને ‘હજી ઈંડામાં છે’ એમ ઉપાલંભમાં કહેવાય છે. ઈંડાનો સજીવતા સાથે પાયાનો સંબંધ છે. સજીવતા એટલે સંભાવના, માટે જ્યારે સજીવતા કે સંભાવનાઓ પર ઘાતક અસર પડે છે ત્યારે ‘ઈંડાં ફૂટી ગયા’નો વિગતસંદર્ભ યોજાતો હોય છે.