
હું સાંભળું છું
શબ્દ :
વસૂકી ગયેલી ગાયનાં ચિમળાયેલાં આંચળ,
કીટથી કોરાયેલું બોદું બહેરું ફળ;
ડૂબી ચૂકેલા વ્હાણના છેદાયલા લંગરતણો
જલગર્ભમાં નિઃશ્વાસ;
નિઃસંગ શિલાસોડમાં પડખું ઘસીને
પવન કરતો લવલવાટ;
પણ્યાંગનાની આંખમાં
સુરમો કકળતો આખી રાત;
અંગે નપુંસકના બળે
ભડભડ સદાયે વાસનાની આગ;
લાખ્ખો અદીઠ દાઢે ચવાતા
ચૂર્ણ આ અંધારકેરો આર્તનાદ;
સૂર્યઘુવડના અવાજે ચોંકતી
મધરાતનાં રે થરકતાં ગાત.
hun sambhalun chhun
shabd ha
wasuki gayeli gaynan chimlayelan anchal,
kitthi korayelun bodun baherun phal;
Dubi chukela whanna chhedayla langaratno
jalgarbhman nishwas;
nisang shilasoDman paDakhun ghasine
pawan karto lawalwat;
panyangnani ankhman
surmo kakalto aakhi raat;
ange napunsakna bale
bhaDbhaD sadaye wasnani aag;
lakhkho adith daDhe chawata
choorn aa andharkero artanad;
suryaghuwaDna awaje chonkti
madhratnan re tharaktan gat
hun sambhalun chhun
shabd ha
wasuki gayeli gaynan chimlayelan anchal,
kitthi korayelun bodun baherun phal;
Dubi chukela whanna chhedayla langaratno
jalgarbhman nishwas;
nisang shilasoDman paDakhun ghasine
pawan karto lawalwat;
panyangnani ankhman
surmo kakalto aakhi raat;
ange napunsakna bale
bhaDbhaD sadaye wasnani aag;
lakhkho adith daDhe chawata
choorn aa andharkero artanad;
suryaghuwaDna awaje chonkti
madhratnan re tharaktan gat



સ્રોત
- પુસ્તક : સુરેશ જોષી સંચય (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : શિરીષ પંચાલ, જયંત પારેખ
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 1992