ne hun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દર વખતે

સંયોગ પછી

તને તરત ઊંઘ આવી જાય છે -ને હું

મારા કદીય

જન્મવાના બાળકના

ખ્યાલો સાથે

પાસા ઘસતી

દુ:સ્વપ્નોની વચ્ચે જીવું છું.એનું નામ

હું “વૈભવ” રાખીશ.ભિખારીની, ટિનની

ગોબાઈ ગયેલી

ખાલી વાડકી જેવી,આપણી જિંદગીનો

‘વૈભવ’ હશે! અરે, જો! જો! ક્યાંક નગારાં વાગે છે…કોઈ લાંબા લાંબા નખથી

મારા સ્નાયુઓ ખોતરી “વૈભવ” ને લઈ જાય છે…

મારી માંડ મળેલી

આંખ ખૂલી

ને જોયું તો

પથારી પાસેથી

સિસકારા બોલાવી

ચોર-પગલે

પવન

બારીની તડ વાટે

બહાર નીકળી ગયો…તારા નસકોરા

પણ શમી ગયાં…-ને હું

પાટા પરથી

ઊથલી પડેલી ટ્રેનની જેમ

ઊંડે ઊંડે ખીણમાં…

સ્રોત

  • પુસ્તક : વિદેશિની (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2000