dhaaraavastra - Free-verse | RekhtaGujarati

ધારાવસ્ત્ર

dhaaraavastra

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,

ક્યાંથી, અચાનક…

સૂર્ય પણ જાણે

ક્ષણ હડસેલાઈ જાય.

ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર

સૃષ્ટિને લેતું ઝપટમાં

ઓ…પણે લહેરાય.

પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા

મથ્યાં કરે વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ