tilDi - Children Poem | RekhtaGujarati

મારી ત્રણ મોતીની ટીલડી લાલ ઝઘમઘતી!

ચોડી પાણી ગઈ’તી લાલ ઝઘમઘતી!

મારી રસ્તા વચ્ચે પડી લાલ ઝઘમઘતી!

હું શોધી શોધી થાકી લાલ ઝઘમઘતી!

મેં ઈંદુબેનને પૂછ્યું લાલ ઝઘમઘતી!

મને જડી હોય તો આપો લાલ ઝઘમઘતી!

પેલા પતંગિયાને પૂછ્યું લાલ ઝઘમઘતી!

તારી પાંખે ટપકાં ક્યાંથી લાલ ઝઘમઘતી!

પેલા પંખીને જઈ પૂછ્યું લાલ ઝઘમઘતી!

તારી કીકીમાં મેં દીઠી લાલ ઝઘમઘતી!

સૌ મજાક મારી છોડો લાલ ઝઘમઘતી!

ને ભાલે પાછી ચોડો લાલ ઝઘમઘતી!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 30)
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ