Famous Gujarati Children Poem on Balmandir | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાલમંદિર પર બાળકાવ્ય

નાનાં બાળકોને રમત સાથે

કેળવવાની શાળા; બાળકોને તાલીમ આપવાની શાળા. બાલમંદિર કે બાળકોની શાળા તરીકે તો આ શબ્દ અનેક કૃતિઓમાં છે. કેટલીક એવી કૃતિઓના અંશ જોઈએ જેમાં બાલમંદિરનો ઉલ્લેખ અન્ય સંદર્ભમાં થયો હોય : હું પેન શોધું — ધર્મપત્નીને બધું બસ ગોઠવી દેવું – ‘તૈયા૨ હું.’ તો એ કહે, “તૈયાર હું, આજ વ્હેલું છે અમારે બાલમંદિર શનિવારનું!’ બાલમંદિ૨? આપણું એકે નહીં જેની મહીં ‘આ લ્યો તમારી પેન.’ પેન – મારે હ૨ઘડી એનું પડે છે કામ – (નક્કી અહીં આ હું રહું છું / પ્રિયકાન્ત મણિયાર) ** ને આકાશમાંથી આવે છે આંગણામાં સૂર્ય ને ચન્દ્ર લખોટી રમતા કિશોરો, પણ એકેયને ‘આમ આવો’ એમ કહીને હું બોલાવી શકતી નથી. હું તા૨કોનું આખું બાલમંદિર છૂટે છે પણ એમાંથી એકેય મારે ઘેર ભૂલુંય પડતું નથી. (ઘર / પન્ના નાયક) ** “...ના, એ દર્પણમાં જોતી જ નહોતી. વૈધવ્ય જેવી સાવ અજાણી એકાએક આવી પડેલી પરિસ્થિતિને શી રીતે સ્વીકારવી? હાસ્તો, સ્વીકા૨વાની તો ખરી જ ને? કોઈ કુસુમબહેને કહ્યું કે સમાજની સેવા કરો તો કોઈ પુષ્પાબહેને દયા લાવીને કહ્યું કે આ તે કાંઈ દેશસેવા કરવાની ઉંમર છે? તો કોઈ ૨માબહેને કહ્યું કે બાલમંદિ૨ ખોલો તો કોઈ લતાબહેને કહ્યું, “ના રે ના, એવાં પારકાં છોકરાંની પંચાત આપણે શા માટે વહોરવી! એના કરતાં માયા, તું તારે લેડીઝ ક્લબમાં આવતીકાલથી આવતી થઈ જા ને.” આ બધું એ ગંભીર બનીને સાંભળતી....” (બે વિધવા (વાર્તા) - ભારતી દલાલ)

.....વધુ વાંચો