baal mandirman - Children Poem | RekhtaGujarati

બાલ મંદિરમાં

baal mandirman

સોમાભાઈ ભાવસાર સોમાભાઈ ભાવસાર
બાલ મંદિરમાં
સોમાભાઈ ભાવસાર

અમે બાલ મંદિરમાં જઈને કે હીંચકે હીંચતાં’તાં!

અમે બાગમાં દોડી જઈને કે પાણી સીંચતાં’તાં!

અમે છોડવે છોડવે જઈને કે ફૂલડાં તોડતાં’તાં!

અમે પેલાં પતંગિયાંની વાંસે કે દડબડ દોડતાં’તાં!

અમે જોતાં પતંગિયાંની બબ્બે કે રંગભરી પાંખોને!

અમે જોતાં’તાં ઝીણી ઝીણી એની કે તેજદાર આંખોને!

અમે દઈએ પતંગિયાં છોડી કે જોતાં ક્યાં જતાં!

તો જાતાં આકાશમાં દોડી કે મનમાં મલકાતા!

અમે સાંભળી સાંભળી ગીતો કે બહુ બહુ રાચતાં’તાં!

અમે કોક કોક ગીતની સાથે કે રૂમઝુમ નાચતાં’તાં!

પડે પડે મજા બસ એવી કે વાત કોઈ પૂછશો ના!

અમે કોયલબેનને કે’તાં કે બહેન તમે ગાશો ના!

તમે ગાવું જો હોય તો ગાજો કે જઈ આંબાડાળે!

અમે સાંભળવા આવશું તમારાં કે ગીતો સરવરપાળે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ