jodakana - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોડકણાં

jodakana

એની સરૈયા એની સરૈયા
જોડકણાં
એની સરૈયા

ચકારાણા આવો ભાઈ

ક્યાંથી આવ્યા અહીં?

ચકીરાણી માળે બેઠાં

વ્હાલા જાઓ તહીં!

***************

સોનાનો સૂરજ

ને રૂપાની રાત,

અંધારા ઓઢણાવાં

તારલાવી ભાત!

*********

રાતાં પીળાં ધોળાં ફૂલ

ધીમું ધીમું ડોલો,

વાયરાની સાથે જરા

ઝીણું ઝીણું બોલો.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982