જોડકણાં પર બાળકાવ્ય
જોડકણાં બાળકોની સમજ
અને ભાષાને ખીલવે છે, બાળકને ગીતના રૂપમાં બોલતાં શીખવે છે, શબ્દો અને બોલીના જુદા અર્થ આપે છે, લયમાં હોવાથી ગણગણવું સરળ હોઈ એ બાળકોની યાદશક્તિ ખીલવે છે. બાળસાહિત્ય માટે જોડકણાં જરૂરી પ્રકાર છે. એનાથી બાળવાચકોને વાર્તામાં રસ પડે છે.