beej - Children Poem | RekhtaGujarati

એક એક બીજ અમે વાવ્યું રે લોલ!

એને પાણીડાં પાયાં રે લોલ!

ફણગા એને ફૂટ્યા રે લોલ!

પાંદડાં એને આવ્યાં રે લોલ!

કળીઓ એને બેઠી રે લોલ!

પછી એને ફળ આવ્યાં રે લોલ!

હું ને બચુ બેઉ ચાલ્યાં રે લોલ!

પાકાં પાકાં ફળ તોડ્યાં રે લોલ!

કાચાં કાચાં ફળ છોડ્યાં રે લોલ!

કેવાં કેવાં ફળ મીઠાં રે લોલ!

હું ને બચુ બેઉ બેઠાં રે લોલ!

ખૂબ ખૂબ ફળ અમે ખાધાં રે લોલ!

તો વધ્યાં એટલાં બધાં રે લોલ!

એક બીનાં ફળ કેટલાં રે લોલ!

ખાઈએ તોય ખૂટે એટલાં રે લોલ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ