amaro desh - Children Poem | RekhtaGujarati

અમારો દેશ

amaro desh

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત

અમારો, અમારો,

અમારો દેશ છે!

મારો નહિ, તારો નહિ

એનો નહિ, પેલાનો નહિ

આપણ સૌનો, આપણ સૌનો

આપણ સૌનો દેશ છે!

— આ અમારો...

દરિયા બધા આપણા

નદીઓ બધી આપણી

ડુંગર બધા આપણા

એની માંહેનું સોનું ચાંદી

પથ્થર બધાં આપણાં!

— આ અમારો...

એને માટે મરશે કોણ?

એને માટે જીવશે કોણ?

જીવવાનું છે આપણે!

— આ અમારો…

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ