chhuk chhuk gaDi - Children Poem | RekhtaGujarati

છુક છુક ગાડી

chhuk chhuk gaDi

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
છુક છુક ગાડી
અવિનાશ વ્યાસ

પાટા ઉપર ગાડી

દોડે દોટો કાઢી

વાંકી ચૂંકી, ઊભી આડી

—છુકછુક, છુકછુક

જંગલ આવે, ઝાડી આવે

નદી ઝરણનાં નીર કુદાવે

છુકછુક છુકછુક

—પાટા ઉપર.

આગગાડી, કૂકગાડી

તીણી ચીસો પાડી

મોટા ડુંગર ફાડી

છુકછુક, છુકછુક

—પાટા ઉપર...

મુંબઈ આવે વડોદરું

સુરત આવે ગોધરું.

મમ્માજી મુંબઈથી આવે

પપ્પાજીની ટપાલ લાવે

—પાટા ઉપર....

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ