bar bhaini bar tali? - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાર ભાઈની બાર તાળી?

bar bhaini bar tali?

નારાયણ તપોધન નારાયણ તપોધન
બાર ભાઈની બાર તાળી?
નારાયણ તપોધન

ગગનનગરથી ધરતી ઉપર વર્ષદેવ ઉતર્યા હેઠા

સુંદર સમય-સિંહાસન ઉપર રાજાજી થઈને બેઠા.

દિલભર દીપી રહ્યા દરબાર

વર્ષદેવના દીકરા બાર.

જાન્યુ., ફેબ્રુ., માર્ચ મજાના, એપ્રિલ, મે, જૂન, જુલાઈ,

ઓગસ્ટ, સપ્ટે., ઓક્ટો. સાથે, નવે., ડિસેમ્બર બારે ભાઈ

‘બારતાળી, રમતા’તા બાર

વર્ષદેવના દીકરા બાર.

બારે બંધુ બધાય સરખા, જરાક નાના મોટા,

એક બીજાને અડવા કાજે, કરતા દોટમદોટ

પાછળ પાછળ વારંવાર,

વર્ષદેવના દીકરા બાર.

હું આવ્યો! હું ફાવ્યો! હવે પકડતાં નહિ વાર,

પળમાં પાસે! ત્યાં તો નાસે! પલકારામાં ગણે પોબાર

અનંત ફેરા અપરંપાર

વર્ષદેવના દીકરા બાર.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982