baDbaD geet - Children Poem | RekhtaGujarati

દાદાનો ડંગોરો લીધો,

તેનો તો મેં ઘોડો કીધો.

ઘોડો ચાલે રમઝમ,

ધરતી ગાજે ધમધમ.

ધમધમ કરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય.

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982