રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝેર પર ગીત
જીવલેણ પીણું. સાપનો
ડંખ અને અમુક હિંસક પ્રાણીઓનું કરડવું ઝેરીલું હોય છે. સાહિત્ય અને લોકબોલીમાં ‘ઝેર’ વિશેષણ તરીકે વધુ ચલણમાં છે. જેમકે ‘અમુકની સાથે લગ્ન બાદ એનું જીવતર ઝેર થઈ ગયું’ પ્રકારના વાક્યપ્રયોગો. તિરસ્કૃત માણસ માટે રૂઢિપ્રયોગ છે : એ વ્યક્તિનું ઝેર જેવું લાગવું. સમુદ્રમંથન વખતે નીકળેલા વિવિધ રત્નો અને દ્રવ્ય સાથે જ્યારે ઝેર નીકળ્યું ત્યારે તે ઝેરને શંકર ભગવાને પીને ગળામાં અટકાવી દીધું, જેથી શરીરને એની ખરાબ અસર ન થાય એવી પૌરાણિક માન્યતા છે. લીલા રંગના ઝેરને પીને કંઠમાં અટકાવનાર એટલે ‘નીલકંઠ’ એવું શંકર ભગવાનનું નામ ઝેરને કારણે જ પડ્યું છે. આમ, ઝેરના વિકલ્પે ઘણી વાર શંકર ભગવાનનો ઉલ્લેખ પણ સાહિત્યમાં થાય છે : એણે તો ભગવાન શંકરની જેમ ઝેરના ઘૂંટડા લઈ એક ઊંહકારો પણ નહોતો ભર્યો - એમ અન્યના નુકાસનકારક ગુનાઓ ઉદારતાથી ક્ષમા આપનાર પાત્ર માટે લખાતું હોય છે. કટુ અનુભવ, ધિક્કાર યોગ્ય ઘટના, વિચલિત કરતી સ્મૃતિ ઇત્યાદિ માટે ‘ઝેર’ વિશેષણ તરીકે વપરાય છે.