Famous Gujarati Geet on Zarmar | RekhtaGujarati

ઝરમર પર ગીત

ઘરેણાનો એક પ્રકાર, એક

મુલાયમ જાતનું કાપડ અને ઝીણા છાંટે પડતો વરસાદ – આ ત્રણે માટે ‘ઝરમર’ શબ્દ છે. સાહિત્યમાં મહદંશે વરસાદના છાંટા માટે ‘ઝરમર’ શબ્દ વપરાય છે. ઝરમર વરસાદ એ ચોમાસાની મોસમનો સંકેત છે. હાલ ઝરમર છે એ વરસાદ ગમે ત્યારે ધોધમાર વરસાદમાં પલટાઈ શકે અને ઝરમર સ્પર્શતા શીતળ છાંટા આહ્લાદક આનંદનો અનુભવ આપે. કથાસાહિત્યમાં પ્રણય, શૃંગાર અને આનંદના પ્રતીક તરીકે ઉક્ત સંકેત મૂકાતા હોય છે. દાખલ તરીકે હિમાંશી શેલતની વાર્તા ‘સામેવાળી સ્ત્રી’નું આ વાક્ય જુઓ : “બહાર ઝરમર ચાલુ થઈ. આવો વરસાદ માયાને બહુ ગમતો, પણ ઝરમર ગમે ત્યારે સાંબેલાધારમાં ફેરવાય એવું હતું. એ ચિંતાથી પોતાના સામાનને જોવા લાગી.“ ઉપરાંત બાળગીતોમાં ‘ઝરમર’ એક કર્ણપ્રિય પ્રાસ તરીકે વાપરવા માટે કવિ લલચાતા હોય છે.

.....વધુ વાંચો