Famous Gujarati Mukta Padya on Zanzar | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાંઝર પર મુક્તપદ્ય

આ શબ્દના બે અર્થ છે

: સ્ત્રીઓનું પગનું ઘરેણું અને ઓછો જાણીતો અર્થ કેદીની સાંકળ. ‘ઝાંઝર’ બોલકું ઘરેણું છે. આથી વિશેષ ધ્યાન ખેંચે. આપણા ગીતો- લોકગીતો મુખ્યત્વે સ્ત્રીકેન્દ્રી હોય છે. અને ઝાંઝર સ્ત્રી, વિશેષતઃ યુવતીઓનું માનીતું ઘરેણું છે, કેમકે એની ઘૂઘરીઓનો રણકાર એને જાણે બોલતું પાત્ર બનાવી દે છે. આથી અસંખ્ય ગીત કવિતાઓમાં ઝાંઝર સાંભળી શકાય છે. અવિનાશ વ્યાસનું લોકપ્રિય ગીત છે : છાનું રે છપનું કંઈ થાય નઈ ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઈ ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઈ (અવિનાશ વ્યાસ) સુંદરમનું આ ગીત પણ ખૂબ જાણીતું છે : ઝાંઝર અલકમલકથી આવ્યું રે, મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે, મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું. (સુંદરમ્) બાલમુકુન્દ દવેનું ગીત છે : અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક! લોકગીતમાં- [પતિને કમાવા પરદેશ મોકલવો પડે છે ત્યારે પત્ની વિરહના દુઃખે તેને જતો રોકવા અનેક દિનને વખોડી છેવટે પોતાના હૈયાનું દુઃખ પ્રગટ કરે છે.] નાયક રે, સૌ કો વેપારે જાય, આપણુ ઘરે બેઠાં શું કરશું? વણજારા હાજી રે. ગરી રે, સૌને ગાંઠે ગરથ, આપણે નથી દેકડે; વણજારા હેજી રે. નાયક રે, આલું પગનાં ઝાંઝર, ઝાંઝર વેચીને લેજો દોકડા; વણજારા હો જી રે. નાયક રે, આલું હૈયાને હાર... (લોકગીત) કથાસાહિત્યમાં નાયિકાના આગમન, નાયિકાના મિલનનો આનંદ, નાયિકા આવ્યાનો ભરમ, નાયિકાની સ્મૃતિ ઇત્યાદિમાં ઝાંઝરનો અસરદાર ઉપયોગ થયો છે.

.....વધુ વાંચો

મુક્તપદ્ય(1)