રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝંખના પર અછાંદસ
કશુંક ઇચ્છવું, એ મળે
એ માટે તલસાટ અનુભવવો. કશુંક તીવ્રતાથી ઇચ્છવું એ કથા માટે ખૂબ પ્રેરક તત્ત્વ છે. માટે સાહિત્યની અનેક કૃતિઓ કોઈને કોઈની ચોક્કસ ઝંખનાની આસપાસ આકાર લેતી મળી આવે છે. ચંદ્રકાંત બક્ષીની વાર્તા ‘એક સાંજની મુલાકાત’માં નાયક એની પાડોશણ સાથે એકાંત ઝંખે છે અને આ ઝંખના એને એક નવા રહસ્યોદ્ઘાટન સુધી લઈ જાય છે. હિમાંશી શેલતની વાર્તા ‘સુવર્ણફળ’ની નાયિકા વત્સલા બીબાઢાળ જીવનથી છૂટી એક પ્રૌઢ વ્યક્તિને પરણવા ઝંખે છે. વત્સલાની આ ઝંખના બાબત એની બહેન સુમિત્રાની પ્રતિક્રિયા અન્ય એક દમિત ઝંખનાનો ઇશારો કરે છે. ધરમાભાઈ શ્રીમાળીની વાર્તા ‘સાંકળ’માં નાયિકા મેની પરણિત હોવા છતાં અન્ય પુરુષ મેઘા પાસે જે ‘ઝંખે’ છે એ વાર્તાનું પોત છે. પ્રખ્યાત લોકકથા ‘શેણી-વિજાણંદ’માં શેણીની ઝંખનામાં વિજાણંદ ૧૦૦ ભેંસો ભેગી કરતાં કરતાં મોતને ભેટે છે. આમ, ઝંખના વિવિધ સ્તરે સાહિત્ય માટે ઉદ્દીપક ઠરે છે.