પાંચ પાંડવો વનમાં રહેતા હતા. એક દિવસ તેઓ ભૂખ અને તરસથી ખૂબ હેરાન થઈ ગયા. ઉનાળાના દિવસો હતા. બપોરની વેળા હતી. સૂરજદાદા માથા ઉપર બરોબર તપતા હતા. આસપાસ ગાઢ વન હતું. છેવટે પાંચ પાંડવો થાકીને એક વડલાની શીળી છાયા નીચે જઈને બેઠા. બધા જ ભાઈઓ