રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
આનંદી અને મહેનતુ એક છોકરો. હીરો એનું નામ. પ્રામાણિક અને ઉદાર પણ ખરો. એની મા સાથે એક નાના ગામમાં રહે. બહુ નાનો હતો ત્યારે જ એણે એના પિતાને ગુમાવેલા. મજૂરી કરી જેમતેમ એની મા ગુજરાન ચલાવે. થોડાં વર્ષો રહીને એની મા પણ મૃત્યુ પામી. હીરો તો સાવ એકલો પડી