ઉદારતા પર ગીત
દાનવૃત્તિ. પોતાની માલિકી
કે હક જતા કરવાનું વલણ. પણ ઉદારતા કોઈ નક્કર વસ્તુ કે ભૌતિક પદાર્થ સુધી સીમિત નથી. વાસ્તવમાં ઉદારતા એક ‘જતું કરવાની વૃત્તિ’ છે જે વસ્તુ કરતાં વધુ વલણ સાથે સંકળાયેલી છે. ગાંધીજીની આત્મકથામાં એક પ્રસંગ છે જેમાં પોતાની તબિયત બગડવા છતાં ગાંધીજી દૂધ અને અનાજ લેવાની ડૉક્ટરની સલાહ અવગણે છે કેમકે તેઓ ધર્મની દૃષ્ટિએ એ અનુચિત સમજતા હતા અને એમના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેએ એમને ડૉક્ટરની વાત માનવા કહ્યું હતું. આ પ્રસંગ લખતા ગાંધીજી નોંધે છે કે, દૂધ મને અધર્મ્ય લાગતું હતું અને ગોખલેએ ઉદારતાથી એ માન્ય રાખ્યું. અહીં કોઈ હક કે વસ્તુની આપ–લે નથી થઈ રહી પણ ‘ઉદારતા’ મોજૂદ છે.