Famous Gujarati Pad on Tulsi | RekhtaGujarati

તુલસી પર પદ

તુલસીના છોડનું આપણા

સમાજમાં પવિત્ર સ્થાન છે. સવારે તુલસીપૂજા એ મોટા ભાગની ગૃહિણીઓની દૈનિક પરંપરા છે. સાહિત્યમાં નારીપાત્રને ભદ્રતા કે સન્માનીય દર્શાવવા એ પાત્રનું નામ ‘તુલસી’ અપાયું જોય એમ ઘણી કથાઓ વાંચતા લાગે. આધુનિકતા અને પરંપરા પર વિધાન કરતી અનિલ જોશીની રચના ‘તુલસીનું પાંદડું’ની કેટલીક પંક્તિઓ જોઈએ : મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું ઘાસભરી ખીણમાં પડતો વરસાદ ક્યાંક છૂટાંછવાયાં ઢોર ચરતાં ભુલકણી આંખોનો ડોળો ફરે ને એમ પાંદડાંમાં ટીપાંઓ ફરતાં. મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું ઝવેરચંદ મેઘાણીની એક નવલકથાનું શીર્ષક ‘તુલસીક્યારો’ છે જે સામાજિક પરિવેશમાં સાત્ત્વિકતાને અધોરેખિત કરે છે. ધર્મ, સૌમ્યતા, શાલીનતા, ભદ્રતાના સૂચક પ્રતીક તરીકે તુલસીનું સાહિત્યમાં ચોક્કસ સ્થાન છે.

.....વધુ વાંચો