Famous Gujarati Ghazals on Toran | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તોરણ પર ગઝલો

ઘરને ટોડલે કે મંડપ પર

કે ફળિયાના પ્રવેશદ્વારે ફૂલ કે લીલા પાંદડાંની માળા બાંધવામાં આવે એને ‘તોરણ’ કહે છે. તોરણ મોટા ભાગે ઘર માટે હોય, ધાર્મિક પ્રસંગે, સામાજિક પ્રસંગે અને સંસ્થાકીય પ્રસંગે પણ બંધાય. તોરણ ‘ભલે પધાર્યા’ ભાવનું એક દૃશ્યાત્મક સ્વરૂપ છે. રડતી આંખો માટે ‘આંસુના તોરણ’ શબ્દપ્રયોગ લોકબોલીમાં છે. સન્માન માટે વિશેષણ તરીકે ‘મોતીના તોરણે વધાવવું’ શબ્દપ્રયોગ છે. આસોપાલવના તોરણ હંમેશાં શુભ અવસર પર બાંધવામાં આવે છે, માટે સાહિત્યમાં શુભ અવસર માટે આ તોરણનો ઉલ્લેખ કરાય છે.

.....વધુ વાંચો