રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતો રાજા. એક વાર એ વેશપલટો કરી ગામમાં ફરવા નીકળ્યો હતો. રાતનો વખત હતો. ફરતો ફરતો એ એક મોચીના ઘર આગળ આવ્યો. ને બોલ્યો : ‘તરસ લાગી છે, જરી પાણી પીવા મળશે અહીં?’ જવાબમાં મોચી બહાર દોડી આવ્યો ને બોલ્યો : ‘પાણી તો મળશે, જ સાથે ભોજન પણ મળશે.
એક હતો છોકરો. તેનાં માતાપિતાએ તેનું કોઈ સરસ નામ રાખ્યું હતું. પણ કોણ જાણે શું થયું કે તેના નામના અમુક અક્ષરો ઘસાતા ગયા. ને છેવટે રહી ગયો એક અક્ષર – ખુ. આ ‘ખુ’ છોકરો સદાય ખુશખુશાલ રહેતો. હંમેશાં હસતો હસાવતો ને મસ્તીમાં રહેતો. અન્ય બાળકોની જેમ