રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતળાવ પર બાળવાર્તાઓ
પાણીનો સંગ્રહાયેલો જથ્થો.
જે કુદરતી રીતે જમીનમાં નીચાણ સર્જાતાં રચાય અથવા જમીન ખોદી રચવામાં આવે. તળાવ ગ્રામીણ જીવનનું એક મહત્ત્વનું અંગ છે. તળાવમાં કમળ ખીલે એટલે એને પ્રણયરંગ પણ મળે છે. લોકસાહિત્ય અને સાહિત્યમાં પ્રેમીઓ તળાવકાંઠે મળતા હોય છે. વનમાં ભટકતા પાંડવો એક યક્ષના તળાવનું પાણી પીવા માટે તેની પરવાનગી માંગે છે ત્યારે પોતાના પ્રશ્નોના ઉત્તર મળે તો જ પાણી પીવાની પરવાનગી આપીશ એવી શરત સાથે યક્ષ જે પ્રશ્નો પૂછે છે અને યુધિષ્ઠિર એ પ્રશ્નોના જે ઉત્તરો આપે છે એ ‘મહાભારત’નો એક નાટ્યપૂર્ણ અને તત્ત્વજ્ઞાનના સ્પર્શવાળો બનાવ છે. જસમા-ઓડણની લોકકથામાં પશ્ચાદભૂ તળાવનું બાંધકામ છે. આજે ‘સહસ્ત્રલિંગ તળાવ’ના નામે ઓળખાતા પાટણના એ ઐતિહાસિક તળાવને બાંધવા માળવાથી આવેલ મજૂરોમાં એક યુગલ જસમા અને ઓડણનું હતું. તળાવ બંધાવનાર તત્કાલીન રાજા સિદ્ધરાજ જયસિંહ જસમાના સૌંદર્યમાં વિવેક ખોયો હતો. રાજાની આસક્તિ આખરે જસમાને આત્મવિલોપનની ફરજ પાડી હતી. લોકોક્તિ છે કે દેહત્યાગ કરતી વેળાએ જસમાએ આપેલ શ્રાપને કારણે પછી તળાવ જળહીન થઈ ગયું. આમ, તળાવ આપણા પુરાણથી માંડીને આપણા વર્તમાન સુધી છલકાય છે.
બાળવાર્તા(4)
-
બગલાનો પડયો વટ
એક તળાવ હતું. તેને કિનારે એક બગલો રહેતો હતો. તળાવમાં કાચબા, દેડકાં, અને માછલીઓ રહેતાં હતાં. બગલાને મજાક કરવાની ટેવ હતી. તે રોજ નવા નવા દેખાવ કરીને બધાંને વિચાર કરતા કરી દેતો. જાત જાતના વેશ બદલીને ડરાવતો. માછલીઓ તો તેનાથી ખૂબ જ ગભરાતી. કાચબા
-
વાહ રે વાર્તા, વાહ!
એક હતી વાર્તા. તે એક દિવસ સુગંધ ઓઢી ફરવા નીકળી. ઘર પાસેની લૉનમાં નાની હિના, શિવાની, નમ્રતા, પૂર્વી, રુચિર, સચીન, તરલ... બેઠાં બેઠાં અંતકડી રમતાં હતાં. વાર્તા ત્યાં આવી. એ શિવાનીની આંખમાં પેસી ગઈ એટલે શિવાનીએ અંતકડી અટકાવતાં તરત કહ્યું, ‘એ ચલો,