Famous Gujarati Free-verse on Takora | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટકોરા પર અછાંદસ

આંગળીના ટેરવે કોઈ પદાર્થ

ઠપકારી કરાતો અવાજ, મોટા ભાગે ઘરના દરવાજા પર કરવામાં આવે એને કહે છે. દરવાજે ટકોરા સાથે સંકળાયેલા અર્થ સંકેત છે – કોઈનું આવવું, અપેક્ષિત કે અનપેક્ષિતનું આવવું, પ્રવેશની અનુમતિ, પ્રવેશની ઉમેદ, કોઈના આગમનનો ભ્રમ. આ બધા જ અર્થસંકેત કાવ્ય અને કથા માટે ઉદ્દીપક છે. એનો ભરપૂર ઉપયોગ સાહિત્યમાં થયો પણ છે. મરીઝ કહી ગયા છે : આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ‘હળવા ટકોરા’ કાવ્યમાં મકરંદ દવે કહે છે : દીવો રે ઓલાયો અધમધ રાતનો, થંભી ગઈ ઝૂલણ ખાટ, બારણે ટકોરા પડ્યા તે સમે, કોઈ જાણે જુએ મારી વાટ!— હળવા ટકોરા કોના હેતના? કોઈ પાત્રની ગુણવત્તા ચકાસવા માટે પણ ટકોરા મારી અંદાજો બાંધવામાં આવે છે. સારી ગુણવત્તા માટે ટકોરાબંધ એટલે કે શ્રેષ્ઠ એમ વિશેષણ ચલણમાં છે. આ વિશેષણ વ્યક્તિ કે સંસ્થા કે વ્યવસ્થા માટે પણ લોકબોલીમાં વપરાય છે.

.....વધુ વાંચો

અછાંદસ(1)