રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતહેવાર પર બાળવાર્તાઓ
તહેવાર એટલે ધાર્મિક
કે સામાજિક મેળાવડો. મેળાવડો એટલે લોકોની ભીડ, ગીત, સંગીત, નૃત્ય, આનંદ ઉલ્લાસ – આ બધા જ તત્ત્વો કથા-કવિતા માટે અત્યંત પ્રેરક, ઉપકારક. તહેવાર અને તહેવારના ભાગરૂપે મેળાના અસંખ્ય ગીત, લોકગીત અને કાવ્ય મળી આવે. દરેક તહેવારના આગવા ગીતો છે. તહેવાર કથામાં અનપેક્ષિત વળાંક આપવામાં સ્વાભાવિક ભાગ ભજવી શકે. ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા ‘શ્રાવણી મેળો’ સહેજે યાદ આવે એવી એક કરૂણ પ્રેમકથા છે. ગ્રામીણ રાજકારણ જેવા ઓછા ખેડાયેલા વિષય પર ધરમાભાઈ શ્રીમાળીની વાર્તા ‘રાવણ’ દશેરાના તહેવાર નિમિત્તે લખાયેલી એક નમૂનેદાર કૃતિ છે. ‘આ મનપાંચમના મેળામાં’ કાવ્યમાં તો રમેશ પારેખે જાણે જીવનને જ તહેવાર તરીકે રજૂ કરી દીધું છે. તહેવાર લોકપરંપરા છે માટે સાહિત્યમાં એનું સ્થાન અચળ છે.