Famous Gujarati Children Poem on Tadko | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તડકો પર બાળકાવ્ય

સૂર્યના કિરણોથી લાગતો

તાપ. તડકા સાથે ઉષ્મા જોડાયેલી છે. ટાઢમાં તડકો હૂંફ લાગે છે અને ગરમીની મોસમમાં ત્રાસ. આ બંને અંતિમ સાહિત્યમાં સુપેરે વપરાય છે. વાડીલાલ ડગલીના નિબંધ સંગહનું નામ છે; ‘શિયાળાની સવારનો તડકો.’ જેઠ મહિનાના તાપના વર્ણન ગ્રામીણ પાર્શ્વભૂની નવલકથાઓમાં સહેજે જડી આવે. આલ્બેર કામુની વિશ્વ વિખ્યાત નૉવેલ ‘આઉટસાઇડર’ના નાયક પર હત્યાનો કેસ ચાલે છે અને નાયક હત્યા શા માટે કરી એ પ્રશ્નના જવાબમાં કહે છે ‘સૂરજનો તાપ પડતો હતો એટલે હું વિચલિત થઈ ગયો હતો...’ લાભશંકર ઠાકરનું ‘તડકો’ કાવ્ય ખૂબ જાણીતું છે. કેટલીક પંક્તિઓ જુઓ : તડકો જાય મરી ને તડકો રોવે. તડકાનું શબ જાય લઈ તડકાનું ટોળું. તડકાની એક ગાય ચરે છે તડકો કૂણો. તમેય તડકો અમેય તડકો તડકાના સરવરમાં તડકો ડૂબે. અને ભગવતીકુમાર શર્માની ગઝલનો એક શેર છે : મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. લોકબોલીમાં અવગણના કે ઉપેક્ષા કરવા માટે ‘તડકે મૂકી દીધા’ એવો રૂઢિપ્રયોગ છે.

.....વધુ વાંચો

બાળકાવ્ય(1)