રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતબીબ પર ગઝલો
વૈદ્ય, ડૉક્ટર. ઉપચાર
કરનાર. સાહિત્યિક સંદર્ભ જોઈએ તો આ ‘ઉપચાર કરનાર’ સંચાલક સંજ્ઞા બની જાય છે. ઉપચાર કરે તે એટલે વ્યક્તિને સ્વસ્થ કરે, પીડિત વ્યક્તિને શાંતિ આપે એ – એમ કહી શકાય અને પ્રિયજન માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે. તમે જુઓ કે પ્રણયભાવથી ગઝલ લખનારા અનેક શાયરોના ઉપનામ રોગ કે પીડા સંબંધિત છે : મરીઝ, ઘાયલ, અબ્દુલ વાહીદ ‘સોઝ’(સોઝનો અર્થ ‘હૃદયની જલન’), બેદિલ, ગુલામ અબ્બાસ ‘નાશાદ’(નાશાદનો અર્થ ‘નાખુશ, દુઃખી) અને જલાલુદ્દીન સઆહુદ્દિન અલવી જેઓ ‘જલન માતરી’ તરીકે ઓળખાતા. આ કવિઓ જાણે એમની ભાવુકતાની પીડા માટે કોઈ તબીબની ખોજમાં છે!