જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે, ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે; ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી ઊડી
એક દિવસ એવું બન્યું કે સવાર થવા આવ્યું તોય શ્લોકભાઈ તો ઊઠે જ નહીં ને! બસ ઘસઘસાટ ઊંઘ્યા જ કરે! સૂરજદાદાએ બહુ રાહ જોઈ કે આ શ્લોક ઊઠે પછી હું મારાં કિરણો એના ઘરમાં મોકલું. પક્ષીઓએ પણ વિચાર્યું કે આ શ્લોક જાગી જાય પછી બધો કલરવ કરીએ! ઠંડી