રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસૂરજ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(7)
-
બંટીના સૂરજદાદા
બંટીએ દિવાળીની રાતે ઘણા બધાં ફટાકડા ફોડ્યા. મોડી રાત સુધી મજા કરી. છેવટે એ થાકીને સૂઈ ગયો. બીજા દિવસે નવું વરસ. મમ્મીએ બંટીને વહેલો વહેલો જગાડ્યો. “ઊઠ, બેટા બંટી, આપણે બધાંએ સાલમુબારક કહેવા જવાનું છે...મોડું થાય છે. જલદી ઊઠ.” બંટી પથારીમાં
-
માફ કરવાની મજા
સૂરજદાદા આકાશમાં ધીમેધીમે આગળ વધતા હતા. ચારે તરફ સૂરજદાદાનો સોનેરી પ્રકાશ પથરાતો જતો હતો. સવારનો સમય હતો. મંદમંદ શીતળ પવન વાતો હતો. ચન્ની ખિસકોલી અત્યાર સુધી ઊંઘતી હતી. અચાનક પંખીઓના મીઠા કલશોરે જાગી ગઈ. અહોહો! સૂરજદાદા આકાશમાં આવી ગયા અને હજુ હું
-
મોંઘા મોતીની ચોરી
આભમાં મોટાં મોટાં વાદળો અને નાની નાની વાદળીઓ દોડાદોડ કરે અને પકડદાવ રમે. એ જોઈને તારલાઓ ખૂબ હરખાય. તો વળી પેલા ચાંદામામા હસે ગાલમાં. વ્હાલ વરસાવતાં એ બોલી ઊઠે, ‘વાદળીઓ... તમને ખબર છે આભલામાં મોંઘા મોતી છે તે. તમે એ જોયાં છે?’ ‘ના રે
-
સો’ણલિયો
‘લાવ તારું સો’ણું’ ફર ફર પવન આવતો હોય, ઉનાળાના દહાડા હોય, આંબાનો છાંયો હોય, માથે કોયલ બોલતી હોય, ને બપોરનો વખત થયો હોય તો કોને ઝોકું ન આવે? ભલભલનાં ડોકાં હાલવા લાગે તો મનુનું શું ગજું? એને બિચારાને પણ એમ જ ઝોકું આવી ગયું. પહેલાં આવ્યાં
-
ઢબુનો ધણી
એક ડોસો ને એક ડોસી બેઉ આડોશપાડોશમાં રહેતાં. ડોસી પાસે એક મરઘી હતી ને ડોસા પાસે મરઘો. ડોસીની મરઘી તો રોજ દિવસમાં બે વાર ઈંડાં મૂકે. ડોસી એની ભાત ભાતની વાનગીઓ બનાવે, ખાય અને તાજીમાજી થાય. પાડોશી બિચારો તાકી રહે. એના મોંમાં પાણી છૂટે, પણ કોઈ દહાડો