Famous Gujarati Lokgeeto on Simantinina Geet | RekhtaGujarati

સીમંતિનીનાં ગીતો પર લોકગીતો

સીમંત : સ્ત્રીના અને

સમસ્ત સંસારજીવનનું સાફલ્યટાણૂં, લોકહૈયું ત્યારે મત્તમયૂર સમું બની થનગની ઊઠ્યું અને એ થનગનાટ મધુ-મધુર ગીતોમાં રેલાયો : ‘પ્હેલો પહેરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કાંટાળો કેવડો, ધ્રણ્ય કંકુની લોળ!’ એ સંસારજીવનના દોહા પછી ‘ધ્રણ્ય’ શબ્દ આ સીમંતગીતોમાં જ યથાસ્થિતિ સ્થાને ઝબકે છે. સફળ ગૃહસંસારની બધી જ સિદ્ધિઓ કેવી જુક્તિથી અહીં રજૂ થઈ છે! વહુ-દીકરીને સમય સમયના તેડાં અને આદરમાન, ભર્યાં-છલ્યાં પાણિયારાં, નવધાન્ય સોવા સૂપડું, રહેવાની આતિથ્ય-મઢૂલી, શ્રમજીવનના પ્રતીક સમી ઘંટી, ખાવાની મધુ-મીઠી બંટી અને શુકનવંતું તંબોળ – આ બધાં એક કાળે ગૃહસંસારની શોભા સમાં મનાતાં અને એટલે જ આ સિદ્ધિઓ લોકકંઠે ગાઈ- નવાજી હશે. જાણે કે મોતીસળી અલ્પ બની જઈ સંસાર-માંગલ્યની આ બધી શોભાનું જ આ ગીત બની રહે છે!

.....વધુ વાંચો