શઠવા કોળી સમુદાયનાં લગ્ન ગીતો પર લોકગીતો
શઠવા કે રાઠવાકોળી તરીકે
ઓળખાતી જાતિ નસવાડી તાલુકામાં, છોટાઉદેપુર તાલુકામાં અને પંજમહાલના દાહોદ તાલુકામાં વસે છે. નસવાડી તાલુકામાં રહેતા લોકો શઠવા કોળીમાં છેલ્લાં પચાસેક વર્ષ બ્રાહ્મણોનો પ્રવેશ થયો છે, અને લગ્નની વિધિ તેઓ કરાવે છે. પરંતુ ‘ઘરલી’, ‘ક્ષત્રિય’, ‘પીઠી’, ‘ગાંણ ભરવો’ જેવી વિધિઓ પોતાની કોમના ‘નાત –ગોર’ મારફત થાય છે. અહીં તેમનામાં ગવાતાં લગ્નગીતો રજૂ કર્યાં છે. ચોખા સાફ કરતાં કે પાપડ વણતાં આ ગીતો ગવાય છે. બધાં ગીતોમાં ડ વે બદલે ‘ળ’ ચ ને બદલે ‘સ’ વપરાય છે.