એક શહેરમાં દર શનિવારે ગુજરી ભરાતી હતી. તેમાં આસપાસનાં ગામડાંના લોકો જરૂરી ચીજવસ્તુ વેચવા અને ખરીદવા આવતા. એક વેળા એક ડોસો અને તેનો દીકરો પોતાનું ટટ્ટુ વેચવા ત્યાં જવા નીકળ્યા. દીકરો ટટ્ટુને દોરે ને બાપ પાછળથી હાંકી.