બંટીએ દિવાળીની રાતે ઘણા બધાં ફટાકડા ફોડ્યા. મોડી રાત સુધી મજા કરી. છેવટે એ થાકીને સૂઈ ગયો. બીજા દિવસે નવું વરસ. મમ્મીએ બંટીને વહેલો વહેલો જગાડ્યો. “ઊઠ, બેટા બંટી, આપણે બધાંએ સાલમુબારક કહેવા જવાનું છે...મોડું થાય છે.
એક ખેતર હતું. તેમાં ઊંચા મોલ વચ્ચે એક લાવરી તેનાં બચ્ચાં સાથે રહેતી હતી. એક દિવસ લાવરી બહાર ગઈ હતી. બચ્ચાં એકલાં માળામાં બેઠાં હતાં. તે વખતે ખેતરનો માલિક તેના દીકરા સાથે ત્યાં આવ્યો. ખેતરનો પાક હવામાં હિલોળા લઈ રહ્યો હતો. એ જોઈ પટેલે