ભળભાંખળું થવામાં હતું. મુંબઈ ગામના કૂકડાઓ હજી તો આંખો ચોળતા હતા. તેવામાં એક પોલીસદાદા સડક પરથી નીકળ્યા. ડાબે-જમણે જોતા જાય, ને ટડિંગ... ટડિંગ... દંડૂકો પછાડતા જાય. યુનિફૉર્મ કેવો, તો ક્હે વટ પડી જાય એવો! ખાખી ખમીસ, ખાખી પાટલૂન, ભૂરી ટોપી,