રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક વાર બપોરના કામકાજથી પરવારી સોનબાઈ ઘરમાં જરી ઊંઘ કાઢતી હતી. ત્યાં એના રસોડામાં ધમાલ મચી ગઈ. રસોડામાં વાસણો હતાં, ખાવાપીવાની ચીજો હતી, લાકડાં-છાણાં પણ હતાં, માખી-વંદા પણ હતાં અને એક તરફ સોયદોરો પણ પડ્યાં હતાં. સૌથી પહેલું બોલી માટલી