રાજકુમારી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(3)
-
ઊડતી પેટી
એક હતો વાણિયો. ધારે તો શહેરની આખી સડકને રૂપિયાથી જડી શકે એટલો તે પૈસાદાર હતો, પણ તે એવું કાંઈ ધારે એ માંહેનો નહોતો. તે તો પૈસો ખરચતો તે રૂપિયો કમાવા માટે જ. આવો તે વાણિયો હતો. એક દિવસ તે મરી ગયો એટલે એનું બધું ધન એના દીકરાના હાથમાં ગયું.