રાજા પર બાળવાર્તાઓ
બાળવાર્તા(30)
-
ઢબુજીનો કોથળો
અંધેરનગરીના નગરશેઠનું નામ હતું ઢબુજી! આ ઢબુજીના નામ પ્રમાણે ગુણ. પણ એ ઉપરેય એક ગુણ વધારાનો. ઢબુજી શેઠ કંજૂસ ભારે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજૂસ! ભારે મખ્ખીચૂસ. ફાટેલાંતૂટેલાં કપડાં પહેરે, પગમાં
-
ઢોલ વાગે ઢમાઢમ
ઢોલ વાગે ઢમાઢમ! એક હતો રાજા. ઘણું મોટું એનું રાજ. રાજમાં પાંચસો તો પ્રધાન! પ્રધાન આટલા બધા, પણ એમાં કોઈ વડો દીવાન મળે નહિ. રાજાએ ઠેર ઠેર શોધ ચલાવી. ગામેગામ ઢોલ પિટાવ્યાં. કોઈ ડાહ્યો માણસ મળે નહી. ડાહ્યો હોય એ દીવાન થાય. ઘરમાં દીવા વિના
-
લાકડાની તલવાર
એક હતો રાજા. એક વાર એ વેશપલટો કરી ગામમાં ફરવા નીકળ્યો હતો. રાતનો વખત હતો. ફરતો ફરતો એ એક મોચીના ઘર આગળ આવ્યો. ને બોલ્યો : ‘તરસ લાગી છે, જરી પાણી પીવા મળશે અહીં?’ જવાબમાં મોચી બહાર દોડી આવ્યો ને
-
શૂરાકું પહેલી સલામ
નટવો નાચતો હતો. પાતળા દોર પર નાચતો હતો. એ દોર ઊંચા વાંસડા પર બાંધેલો હતો. સાવ પાતળો દોર! નટવો ચાલે ને દોર થરથર ધ્રૂજે. દોર ભલે ધ્રૂજે, પણ નટ તો લગીરે ધ્રૂજતો નથી. એ તો જેમ કોઈ
-
ઊડતી પેટી
એક હતો વાણિયો. ધારે તો શહેરની આખી સડકને રૂપિયાથી જડી શકે એટલો તે પૈસાદાર હતો, પણ તે એવું કાંઈ ધારે એ માંહેનો નહોતો. તે તો પૈસો ખરચતો તે રૂપિયો કમાવા માટે જ. આવો તે વાણિયો હતો. એક દિવસ તે મરી ગયો એટલે એનું બધું ધન એના દીકરાના હાથમાં ગયું.
-
હબુજીનો પરોપકાર
અંધેરનગરીના હબુજી રાજા એટલે વાહ ભાઈ વાહ. ધરતીના પડ ઉપર અંધેરનગરી જેવી કોઈ નગરી નહિ તે હબુજી જેવો કોઈ રાજા નહિ. નગરીમાં બસ એકલા મૂરખ લોકો જ વસે, પણ એમાં હબુજી જેવો મૂરખ કોઈ નહિ. હબુજીના પ્રધાન ગબુજી
-
બીક એટલે શું?
એક નાનું ગામ. ગામમાં એક નાનું ખોરડું. એ ખોરડામાં રહે એક મા અને એક દીકરો. દીકરાનું નામ રઘુ. આ રઘુ બહુ તોફાની. બહુ હિંમતવાળો. બહુ બહાદુર. રોજ કેટલીય લડાલડ લઈ
-
મોતીની ખેતી
હોલા ગાય છે. મોર નાચે છે. બળદ ચાલે છે. કોસ કૂવામાંથી જળ ભરી ભરીને થાળામાં ઠકલવે છે! નીકોમાં પાણી ચાલ્યાં જાય છે. મખમલી ઘાસ-પાન ઊગ્યાં છે. કોસ હાંકનારો જુવાનિયો છે. એ દુહા લલકારે છે. વગડો ગાજી ઊઠે
-
સો’ણલિયો
‘લાવ તારું સો’ણું’ ફર ફર પવન આવતો હોય, ઉનાળાના દહાડા હોય, આંબાનો છાંયો હોય, માથે કોયલ બોલતી હોય, ને બપોરનો વખત થયો હોય તો કોને ઝોકું ન આવે? ભલભલનાં ડોકાં હાલવા લાગે તો મનુનું શું ગજું? એને બિચારાને
-
મહાપુરુષ મલુકચંદ
અહીં એક મહાપુરુષની વાત આપીએ છીએ. એમનું નામ મલુકચંદ્ર! પણ બધા લોકો એમને મલુકચંદ કહે છે. તીખી-તમતમતી વાનીઓ ખાવાથી લોકોની જીભ ટૂંકી થઈ ગઈ, નહિ તો ચંદ્રનો ચંદ ન કરત! અને તે પણ આવા મહાપુરુષને માટે!
-
અદેખો દરજી
એક નગર હતું. એમાં રાજાનું રાજ ચાલે. દરેકને રાજાનો હુકમ માનવો જ પડે. હુકમનો જે અનાદર કરે એને રાજા ફરમાવે તે શિક્ષા થાય. આ નગરમાં એક દરજી રહે. રાજાનાં કપડાં સીવવાનું કામ એનું, એટલે વારંવાર રાજમહેલમાં પણ જવાનું થયું. એ રાજાનો માનીતો દરજી
-
સાચું ગપ્પું
એક મોટો રાજા. રાજાને એક રાણી. રાણીજીને એક ખોટી ટેવ. વાતવાતમાં રાણીજી જૂઠું બોલે. મોટાંમોટાં ગપ્પાં મારે માન્યામાંય ન આવે એવી ડીંગ હાંકે. રાજાજી રાણીજી ઉપર
-
સુખી માણસનું પહેરણ
એક રાજા હતો. રાજા જેવો રાજા. એને રહેવાને મોટા મહેલ હતા, સેવાચાકરીમાં સંખ્યાબંધ નોકર-ચાકર હતા. ખાવાપીવાની કે પહેરવાઓઢવાની એને કંઈ ખોટ ન હતી. શરીરે એ સશક્ત હતો. એ સુખેથી ઊંઘતો ને જાત જાતના આનંદોમાં દિવસ વિતાવતો. એના જેવું સુખી બીજું કોઈ
-
કહ્યું કશું ને સમજ્યાં કશું
એક રાજા હતો. રાજાનો એવો નિયમ કે દર છ મહિને એના બધા સૈનિકોને મળે અને એમનાં ખબરઅંતર પૂછે. આવી મુલાકાત વખતે રાજા દરેક સૈનિકને ત્રણ સવાલ પૂછે : તારી ઉંમર કેટલી? તને સૈન્યમાં દાખલ થયે કેટલો વખત થયો? તને ખોરાક અને કપડાં બરાબર મળે છે ને? રાજા
-
ખરો ખજાનો
ઘણાં વરસ પહેલાંની વાત છે. વારાણસી નગરીમાં એક કાવડિયો રહેતો હતો. એક મજબૂત લાકડીને બે છેડે બે પલ્લાં લટકતાં હોય. એમાં બોજ મુકાય. પાણી મુકાય. દહીં-દૂધ મુકાય ક્યારેક માનવીને પણ પલ્લાંમાં બેસાડાય. પુરાણોમાં સેવાવ્રતી શ્રવણની
-
ખડબડ ખડબડ ખોદત હૈ
એક હતો બ્રાહ્મણ. તે બહુ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું : “હવે તો તમે કાંક કામધંધો કરો તો સારું, છોકરાં હવે તો કોઈકોઈ વાર ભૂખે મરે છે!” બ્રાહ્મણ કહે : “પણ કરું શું? મને કંઈ પણ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.”
-
પાઘડીઓની લડાઈ
એક હતો ધોબી. સવાર પડે કે મેલાંદાટ કપડાંનો ઢગલો એની રાહ જોતો હોય. એ ઢગલાનું પોટકું વાળી, ગધેડા પર નાખી રોજ નદીએ કપડાં ધોવા જવાનો એનો નિયમ. એક વખત એ કપડાંના ઢગલામાં ઘણી બધી પાઘડીઓ સૌએ ધોવા આપેલી. એમાં રાજાની ચમકદાર પાઘડી
-
ચતુર ચકલી
એક દિવસ ચકલીઓની જ્ઞાતિનો સમૂહ ભેગો થયો. ચકલીઓ વચ્ચે ચર્ચા ચાલી કે પૃથ્વી પર આપણો સમૂહ મોટો હોવા છતાં આપણા સમૂહની કશી કિંમત નથી. મનુષ્યો તો આપણને ગણતરીમાં ન લે એ તો સમજ્યા, પણ પક્ષીઓ પણ આપણને કશી વિસાતમાં લેતા નથી. એટલે કે પૃથ્વી પર આપણી કશી મહત્તા જ