રબારી સમુદાયનાં લોકગીત પર લોકગીતો
ગુજરાતના ખંડસ્થ ભાગ
તથા ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ભાગમાં વસનારી અનેક જાતિઓમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનાં મિશ્રણ થયેલાં છે. સંયોગવશાદ્ જાતિઓનાં દેશવિદેશ પરિભ્રમણ થવા લાગ્યાં. પરિણામે, તે તે સ્થાનનો રંગ તે જાતિ પકડતી ગઈ; અને એમ આચારવિચારમાં અનેક મિશ્રણો થવા લાગ્યાં. રબારીની કોમ એવી એક પશુપાલન કરનારી વિશિષ્ટ જાતિ છે. સોરઠના તથા ગુજરાતના રબારીઓ ક્યાં ક્યાં જુદા પડે છે તે અભ્યાસ અને સંશોધનનો વિષય છે. અહીં મેળવેલાં ગીતો ગુજરાતના ચરોતર પ્રદેશમાં રહેનાર રબારી બહેનો પાસેથી પ્રાપ્ત થયેલાં છે.