Famous Gujarati Geet on Purano | RekhtaGujarati

પુરાણો પર ગીત

‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ

‘પુરાણું–જૂનું’ થાય છે. સાહિત્યિક સંદર્ભમાં પ્રાચીન કથા, દેવકથા, અનુશ્રુતિ, લોકકથા, દંતકથા, કિંવદન્તી એવો થાય છે. ભારતીય સંસ્કૃતિમાં પુરાણના નામે અઢાર પુરાણો ગણતરીમાં લેવાય છે, એ ઉપરાંત ‘મહાભારત’, ‘રામાયણ’, ‘ભગવદ્ ગીતા’ જેવા મહાકાવ્યો અને વેદ, ઉપનિષદ્ પણ પુરાણ તરીકે ઉલ્લેખાય છે. પુરાણના આધારે ધાર્મિક વિધિઓ નક્કી થાય છે. સાંસ્કૃતિક વલણ નક્કી થાય છે અને વ્યવહાર નીતિ માટે પણ માર્ગદર્શન મળે છે. સાહિત્યિક સંદર્ભમાં પુરાણ એક વારસાગત ખજાનો છે, જેમાં કથા, કથાસ્વરૂપ, અલંકાર, ઉપમા ઇત્યાદિ ઉપરાંત નવા સાહિત્યિક સર્જન માટે પ્રેરક નિમિત્તો પણ સાંપડે છે. વધુ માહિતી માટે જુઓ : પુરાકથા.

.....વધુ વાંચો