રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુરાકલ્પન પર દીર્ઘ કાવ્ય
પૌરાણિક કથા, પુરાકલ્પન.
પૌરાણિક પરંપરા દ્વારા પ્રાપ્ત કલ્પનાત્મક અને કથાત્મક રચનાસંદર્ભ. અંગ્રેજી શબ્દ ‘Myth’(મિથ)ના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ કે ‘પુરાકથા’ સંજ્ઞા પ્રચલિત છે. ‘Myth’ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ‘Mythos’(મિથસ)માંથી થઈ છે. Mythosનો એક અર્થ થાય છે મુખથી ફેલાવાયેલું અને બીજો અર્થ છે કથા, વાર્તા – Fable, ‘Tale Talk’ કે ‘Speech.’ ઉપરાંત, ગ્રીકમાં Mythosનો અર્થ ‘આપ્તવચન’ કે ‘અતર્ક્ય કથન’ પણ થાય છે. સાહિત્યકારો પુરાણોની કથાને કલ્પન તરીકે પ્રયોજી પોતાની કૃતિ રજૂ કરે છે અથવા ક્યારેક પુરાણમાં, જૂના પુરાણા કાળમાં કે ઇતિહાસમાં બનેલી ઘટનાને પોતાની દૃષ્ટિએ પુનઃપ્રસ્તુતિ કરે છે એને ‘પુરાકથા’ કહે છે. સિતાંશુ યશશ્ચંદ્રના કાવ્યસંગ્રહનું નામ છે, ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪). આ ઓડિસ્યૂસ ગ્રીક પુરાકથાનું પાત્ર છે. વિનોદ જોશીના મહાકાવ્ય ‘સૈરન્ધ્રી’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૨૦૨૩ની ભારતીય ભાષાની શ્રેષ્ઠ કૃતિ તરીકેનું પારિતોષિક મળ્યું છે એ મહાભારતના પાત્ર દ્રોપદી પર આધારિત છે. ભૂપેશ અધ્વર્યુની એક વાર્તા અને વાર્તાસંગ્રહનું નામ છે ‘હનુમાન લવકુશ મિલન’(૧૯૮૨). પિનાકીન દવેની ‘વિશ્વજિત’ (૧૯૬૫) નવલકથા પરશુરામ પર આધારિત છે. કનૈયાલાલ મુનશી અને પન્નાલાલ પટેલે કૃષ્ણ અને મહાભારત વિષે પોતાની દૃષ્ટિએ અનેક નવલકથાઓ લખી છે. આમ, સાહિત્યના દરેક પ્રકારમાં પુરાકથા આધારિત કામ થયાં છે.