Famous Gujarati Ghazals on Premlakshana Bhakti | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમલક્ષણા ભક્તિ પર ગઝલો

ભક્તિનો એવો પ્રકાર જે

ભક્ત પ્રેમી બની કરે છે. જે પ્રમાણે પ્રેમી પોતાના પ્રિયજનને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે અને પ્રિયજન અને પોતાનામાં કોઈ ભેદ ભાળતા નથી એ પ્રમાણે તન–મન–ધન સમર્પી ભક્તિ કરવું એ પ્રેમલક્ષણા ભક્તિ. જેમકે, મીરાંબાઈની ભક્તિ. મધ્યકાલીન યુગના ઘણાં ભક્ત પ્રેમલક્ષણા ભક્તિ કરતાં અને એમની કવિતાઓ વાસ્તવમાં એમના પ્રેમગીત છે. પુરુષ ભક્તો સ્ત્રીભાવે ભક્તિ કરતાં અને ભક્તિગીત રચતાં, જેમકે ગોસાઈ મહારાજ, જીવણદાસી અને અન્ય. વૈષ્ણવ સંપ્રદાયનો એક પેટા પ્રકાર પ્રેમલક્ષણા ભક્તિ અનુસરે છે. પ્રેમલક્ષણા ભક્તિને ‘ગોપીભાવ’ પણ કહે છે, પરંતુ એનો અર્થ એ નથી કે પ્રેમલક્ષણા ભક્તિ કેવળ કૃષ્ણ ભગવાનની જ થાય છે. ગંગાસતીએ એક ભજનમાં શબરીની રામભક્તિને પ્રેમલક્ષણા ભક્તિ કહી છે. આ સિવાય ઇસ્લામ ધર્મનો એક ફાંટો સૂફીવાદ છે એ પણ ‘ઇશ્ક–એ–હકીકી’ અનુસરે છે. ઇસ્લામ સંસ્કૃતિમાં ઇશ્ક એટલે કે પ્રેમના બે મુખ્ય પ્રકાર છે. ઇશ્ક–એ–મિજાજી અને ઇશ્ક–એ–હકીકી. ઇશ્ક–એ–મિજાજી એટલે કોઈ વ્યક્તિને પ્રેમ કરવું અને ઇશ્ક–એ–હકીકી એટલે અલ્લાને પ્રેમી તરીકે સ્થાપી પોતાની જાતને અર્પણ કરવું.

.....વધુ વાંચો