Famous Gujarati Nazms on Prem | RekhtaGujarati

પ્રેમ પર નઝમ

સંત કવિઓએ દાસી કે જોગણ

બનીને ઈશ્વરને કરેલા આરાધથી લઈને શાયરો-કવિઓએ માશુકા કે પ્રિયતમને કરેલા ઇશ્ક સુધી ગુજરાતી કવિતામાં પ્રેમ એ શાશ્વત વિષય રહ્યો છે. કહેવાય છે કે પ્રેમમાં તો સામાન્ય માણસ પણ કવિ-શાયર બની જાય છે. આદિલ મન્સૂરી કહે છે એમ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે. ગુજરાતી કવિતાની અનેક યાદગાર કૃતિઓનું કેન્દ્રબિંદુ પ્રેમ રહ્યું છે. આપણા કવિઓ, શાયરો, ગીતકારોએ પ્રેમને પહેલી નજરથી લઈ પ્રસ્તાવ, અરજ, વિરહ, પ્રેમભંગ, બેવફાઈ, ઇંતેજારી, તડપ, મિલન અને છેવટે મોક્ષ લગી અનેક તાણાવાણામાં ગૂંથી લીધો છે. કવિઓને મન પ્રેમ ફક્ત આશિક-માશૂકાની વાત નથી, તેમણે તો તમામ માનવીય સંબંધોમાં પ્રેમને ઝીલ્યો છે. અહીં પ્રેમના અનેક ભાવોને આલેખતી કવિતાઓનો ખજાનો છે. પ્રેમની કવિતાઓ માણો પ્રેમથી.

.....વધુ વાંચો