Famous Gujarati Mukta Padya on Pratiksha | RekhtaGujarati

પ્રતીક્ષા પર મુક્તપદ્ય

કશાકની રાહ જોવી, વાટ

જોવી. સાહિત્યમાં કથાની માંડણી કે રસિક વળાંક માટે લેખક પ્રતીક્ષા પ્રયોજતા હોય છે. જેમકે, પન્ના ત્રિવેદીની એક વાર્તાનો અંશ : ‘...ઝાળ ઝાળ થતી આગને અવંતી એકધારું જોઈ રહી. સામે નજ૨ ગઈ કે ફરીથી મનોમન બોલી : ‘હોળીમા, ક્ષમા કરજે, કોઈનુંય અહિત સ્વપ્નેય ન ઇચ્છું કદી, પણ તારાથી ક્યાં કશું છાનું છે મા? તૂટી રહી છું પળે પળે... પણ આવી પાછલી બારીની ટેક જ તો છે મારો આધાર! તેના જેવી, મારા જેવી કેટલીય બારીઓ પ્રતીક્ષા કરતી હશે કોઈક ચહેરાની ને વેઠતી હશે પીડા મૂંગી મૂંગી. ટકી રહે છે એવા વિચારે ને એવી આશાએ કે કદાચ કોઈક રંગ ભરે કોરા કેનવાસ ૫૨! અનિલનુંય ભલું કરજો મા! આવતી હોળીએ તેય સજોડે...’ ( હોળી / પન્ના ત્રિવેદી)

.....વધુ વાંચો

મુક્તપદ્ય(1)