Famous Gujarati Ghazals on Prapanch | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રપંચ પર ગઝલો

પ્રપંચ શબ્દના બે અર્થ

છે, એક તો તરકટ, કાવાદાવા અને બીજો અર્થ માયાજાળ. સાહિત્યમાં આ બંને અર્થ વપરાતા રહ્યા છે. જેમકે, આ કાવ્યાંશ જુઓ : જાણવી છે મારે શૈશવની અસહાયતા યૌવનની વિફળતા વાર્ધક્યને ઓવારે જાણવો છે મારે મારા ગાત્રોનો વિરોધ મારી વિરુદ્ધ ચાલતો મારી ઇન્દ્રિયોનો જ પ્રપંચ. (આરોહ અવરોહ / યજ્ઞેશ દવે) ** અને મધ્યકાલીન યુગના એક કાવ્યનો અંશ જુઓ –સીતાહરણના પ્રસંગનો અહીં ઉલ્લેખ છે : પાપીનો પ્રપંચ ન પ્રીછ્યો, ભામિની થઈ હઈયે ભોળી રે; પોતાની વાત જે પરને કહેશે, તે રહેશે આંખો ચોળી. હો રમતાંo ૭૯ સીતાએ સીતાફળ આપ્યાં, પગ પાવડિયે ધરિયો રે; ઉપાડી લીધી અબળાને, હરણ કરીને સંચરિયો. હો રમતાંo ૮૦ (સીતાજીની કાંચળી / કૃષ્ણાબાઈ)

.....વધુ વાંચો

ગઝલ(1)