Famous Gujarati Free-verse on Pranayvaifalya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રણયવૈફલ્ય પર અછાંદસ

પ્રણયમાં મળતી નિષ્ફળતા.

પ્રિયજન પ્રાપ્ત ન થવું કે કોઈક કારણોસર પોતે પ્રિયજનથી અલગ થઈ જાય એવા સંજોગોમાં અનુભવાતી લાગણી. પ્રણય મનુષ્ય માટે અત્યંત ભાવુક મહત્ત્વ ધરવાતો સંબંધ હોવાથી પ્રણયવૈફલ્યની બહુ ઊંડી અને લાંબાગાળાની અસર પડતી હોય છે. કેમકે જીવનમાંથી રસ ઊડી જાય, માણસ એકલવાયો થઈ જાય, દરેક પ્રવૃત્તિમાંથી રુચિ ગુમાવી દે, ખોરાક પ્રત્યે બેદરકાર થઈ જાય અને વિચારોમાં નકારમકતા અને નૈરાશ્ય છવાઈ જાય એમ બનતું હોય છે. સાહિત્ય માટે આ સ્થિતિ લેખકને લખવા માટે લલચાવનારી છે. શરૂઆતના તબક્કાની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ (૧૮૮૭) નાયક–નાયિકાના પ્રણયવૈફલ્યની જ મહાગાથા છે. પન્નાલાલ પટેલની લઘુનવલ ‘મળેલા જીવ’ (૧૯૪૧) પ્રણયવૈફલ્યનું અન્ય એક ઉત્તમ ઉદાહરણ છે. રઘુવીર ચૌધરીની ટૂંકી વાર્તા ‘ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ’(૧૯૭૭)માં એવા પ્રણયવૈફલ્યની વાત છે, જેમાં પ્રણયવિચ્છેદ થયો એની સમજ છૂટા પડ્યાના અનેક વર્ષ પછી નાયકને આવે છે! પ્રણયવિચ્છેદ ગુજરાતી ગઝલોનો પ્રિય વિષય છે. જુઓ કેટલાંક શેર : ખંડેર દેખી આશના કંઈ કાફલા રડ્યા તૂટેલ આ મિનારાનું ચણતર ન થઈ શક્યું. (સાબિરઅલી સાબિર) ** તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું? કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો! (મણિલાલ દેસાઈ) ** કોણ જાણે કેમ સાંભળતા જ દિલ દુખતું હશે! આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે. (મરીઝ)

.....વધુ વાંચો