કાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે. બાલરાજા પોતાના સુંદર ઓરડામાં એકલો બેઠો છે. દરબારીઓ બધા થોડી જ વાર પહેલાં તેને પ્રણામ કરીને રાજ્યના શાસ્ત્રીજી પાસે આવતી કાલે ભરાનારા દરબાર વિષે માહિતી મેળવવા ગયા હોવાથી બાલરાજા કિનખાબના વિરામાસન ઉપર પડ્યો